Your smart meter journey

?

જર્નીને નેવિગેટ કરવા, સ્ક્રીન્સની બાજુમાં દર્શાવેલ લેફ્ટ અને રાઇટ એરોને ક્લિક કરો. વધુ માહિતી માટે + આઇકનને ક્લિક કરો.

Previous

Next

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8

આવી રહ્યું છે સ્માર્ટ

Smart meters આગામી પેઢીના ગેસ અને વીજ મીટરો છે જે તમને તમારી ઊર્જા પર કાબૂ મેળવવામાં અને પર્યાવરણ માટે મદદરૂપ થઇ શકે છે.

More information

આ એક સરકારી પહેલ છે, જેનું લક્ષ્ય છે યુકેમાં 2020ના અંત સુધીમાં દરેક ઘરમાં smart meters ફિટ કરાવવા.

More information

લાભો

 • હવેથી મીટર રીડિંગ્સ મેન્યુઅલી સબમિટ નહીં કરવા પડે*
 • હવેથી મીટર રીડર્સ તમારા ઘરે નહીં આવે
 • હવેથી અંદાજિત બિલો નહીં - દરેક વખતે ચોક્ક્સ બિલ પ્રાપ્ત કરો.

Smart meters અમને તમારા મીટર રીડિંગ્સ આપોઆપ મોકલશે. *કેટલાક વિરલ કિસ્સાઓમાં તમારે મીટર રીડિંગ સબમિટ કરવું પડી શકે છે.

More information

તમારા સ્માર્ટ એનર્જી ડિસ્પ્લેની મદદથી તમે તમારી ઊર્જા પર વધુ કાબૂ મેળવી શકો છો. તમે:

 • જોઇ શકો છો કે તમે કેટલો ગેસ અને વીજળી વાપરી રહ્યા છો
 • જોઇ શકો છો કે પ્રવૃત્તિઓનો ખર્ચ કેટલા પાઉન્ડ અને પેન્સ થયો છે
 • નાણાં બચાવવા અને તમારી કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવા માટે તમારી ટેવો બદલી શકો છો

More information

+

તમે કેટલી ઊર્જા વાપરી રહ્યા છો તે જોઇ શકતા હો ત્યારે તમે બિનજરૂરી વપરાશને સક્રિયપણે ઘટાડી શકો છો.

+

હવે અમે તમને તમારા ઘરે મીટર વાંચવા માટે આવીને પરેશાન નહીં કરીએ. તમારા smart meters અમને તમારા રીડિંગ્સ દૂરથી જ મોકલે છે.

+

તમારા પાછલા અઠવાડિયાના વપરાશના આધારે સ્માર્ટ એનર્જી ડિસ્પ્લે તમારા ઘરનો ઊર્જા વપરાશ જાણી લે છે. લાઇટ ઇન્ડિકેટર તમને બતાવે છે કે તમે પાછલા અઠવાડિયા કરતાં વધુ વીજળી વાપરી રહ્યા છો કે ઓછી. બદલાતા વીજ વપરાશ સાથે બદલતી લાઇટો જોવા માટે ઉપરનો ડાયલ વાપરો.

અમે તમારો સંપર્ક કરીશું

તમારા વિસ્તારમાં ઇન્સ્ટોલેશન કરવાનો સમય નક્કી કરતાં પહેલાં અમે તમને પત્ર મોકલીશું. તેની સાથે એક હાથવગી પત્રિકા જોડેલી હશે, જે તમને જણાવશે કે તમારે તમારા ઇન્સ્ટોલેશન માટે કઈ રીતે તૈયારી કરવાની રહેશે.


તમને તમારો પત્ર મળે ત્યારે, તમારી એપોઇન્ટમેન્ટ ગોઠવવા માટે અમને ફોન કરો.

More information

શક્ય હોય ત્યાં, અમે તમારી એપોઇન્ટમેન્ટનો સમય કન્ફર્મ કરવાનો પ્રયત્ન કરીશું. અને જો અમારી પાસે તમારો મોબાઇલ નંબર હોય તો અમે તમારા ઇન્સ્ટોલેશનના એક દિવસ પહેલાં ટેક્સ્ટ રિમાઇન્ડર મોકલવાનું લક્ષ્ય રાખીશું અને તે દિવસે અમારા આવવાનો સમય કન્ફર્મ કરવા તમને ફોન કરીશું.

તમારા ઇન્સ્ટોલેશનના થોડા સમય પહેલાં આ તમારા માટે હજુ પણ અનુકૂળ છે કે નહી તેની ખાતરી કરવા અમે તમારો સંપર્ક કરીશું.

More information

+

જો તમને તમારા ઇન્સ્ટોલેશન બાબતે કોઈ વધારાની સહાય જોઇએ તો અમને કહેવાનું આ સમય છે.

તમારા ઇન્સ્ટોલેશનનું ચેકલિસ્ટ

તમારી એપોઇન્ટમેન્ટની તારીખ પહેલાં કેટલીક રીતો છે જે તમારા ઇન્સ્ટોલેશનની તૈયારી કરવામાં તમને મદદરૂપ બની શકે છે. તમારું ઇન્સ્ટોલેશન શક્ય એટલા સુપેરે પાર પડે તે માટે તમારે અહીં આપેલ ચેકલિસ્ટ ખાતરીપૂર્વક અનુસરવું જોઇએ.

+

ચિંતા કરશો નહીં, આ ચેકલિસ્ટ તમારા એપોઇન્ટમેન્ટ લેટરમાં સામેલ કરવામાં આવશે.

ઇન્સ્ટોલેશનના દિવસે

અમારા એપ્રુવ્ડ ઇન્સ્ટોલર તમારી એપોઇન્ટમેન્ટના સમયે આવશે. તમારા ઘરના સર્વે પછી તેઓ તમને કહેશે કે ઇન્સ્ટોલેશનમાં કેટલો સમય લાગશે. ઇન્સ્ટોલેશન થઇ રહ્યું હોય તે સમય દરમિયાન તેઓ તમને વાંચવા માટે સ્માર્ટ એનર્જી ડિસ્પ્લે યુઝર ગાઇડ પણ આપશે.

+

અમારા એપ્રુવ્ડ ઇન્સ્ટોલર્સ હંમેશાં તેમની સાથે ScottishPowerનું ઓળખપત્ર રાખશે.

ઇન્સ્ટોલેશન

તમારા મીટરો ઇન્સ્ટોલ થઇ જાય અને પૂર્ણપણે કામ કરવા લાગે પછી અમારા ઇન્સ્ટોલર તમને તમારા સ્માર્ટ એનર્જી ડિસ્પ્લેની કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન આપશે. તમને કોઈ પ્રશ્નો હોય તો પણ તમે પૂછી શકો છો.

અમારા ઇન્સ્ટોલર તમને ઊર્જા બચાવવા અંગે ટિપ્સ પણ આપશે.

સ્માર્ટના લાભ માણવાનું શરુ કરો

હવે તમારા smart meters ઇન્સ્ટોલ થઇ ગયા છે તો તમે તમારા ગેસ અને વીજ વપરાશ અંગે જુદી રીતે વિચારતા થાવ તેમ બની શકે છે. તમારા ઘરમાં દરેક પ્રવૃત્તિથી કેટલો ખર્ચ થાય છે તે જાણતાં તમે કોઈ બિનજરૂરી વપરાશ ઓછો કરીને તમારા ઊર્જા બિલો પર બચત કરી શકો છો, અને તે પર્યાવરણ માટે પણ મદદરૂપ થાય છે.

સ્માર્ટ છે ભવિષ્ય

અમે જેમ જેમ ટેક્નોલોજી વિક્સાવીશું, તેમ તેમ સ્માર્ટ એનર્જીના વધુ લાભો જોવા મળશે. અને તમે તમારી ઊર્જા પર હજુ વધુ કાબૂ મેળવી શકશો; ઊર્જાની સરળતા સાથે તમારા ઊર્જા બિલો પર બચત થઇ શકશે.

+

ભવિષ્યમાં તમે અમારા Energy App થકી તમારા ડેસ્કટોપ, મોબાઇલ કે ટેબ્લેટ પર તમારા ઊર્જા વપરાશનું પૃથક્કરણ મેળવી શકશો.

+


ભવિષ્યમાં તમે તમારા ઊર્જા વપરાશનો સ્માર્ટ રિપોર્ટ ઓનલાઇન જોઇ શકશો

+

ભવિષ્યમાં તમારા ઊર્જા વપરાશ અંગે વધુ વિગતવાર માહિતી માટે તમે વધુ વારંવાર તમારું ડેટા કન્સેન્ટ સેટ કરી શકશો.